ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામો આગામી સપ્તાહે જાહેર થશે.

જેમાં તારીખ 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થવાની શક્યતા છે. ત્યારબાદ તારીખ 6 મેના રોજ બુધવારે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ શકે છે. જ્યારે ગુજકેટનું પરિણામ પણ 12 સાયન્સ સાથે સોમવારે જાહેર થશે. ગુજરાત બોર્ડના અંદાજીત 15.28 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા એક બે દિવસમાં સત્તાવાર પરિણામ તારીખો જાહેર કરાશે.