રાજયમાં ત્રણથી ચાર દિવસ લોકડાઉન કરવા ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર

New Update
રાજયમાં ત્રણથી ચાર દિવસ લોકડાઉન કરવા ગુજરાત હાઇકોર્ટની સરકારને ટકોર

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું હોવાથી ફરી લોકડાઉનના ભણકારા વાગી રહયાં છે. ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારે ત્રણ થી ચાર દિવસ માટે સંપુર્ણ લોકડાઉન કરવા નિર્દેશ આપ્યો છે.



ગત માર્ચ મહિનામાં આવેલાં લોકડાઉન બાદ ધંધા-રોજગાર અને જનજીવનની ગાડી માંડ માંડ પાટા પર આવી છે ત્યાં રાજયમાં ફરી લોકડાઉનના ભણકારા વાગી રહયાં છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ બાદ કોરોનાનું સંક્રમણ ભયંકર હદથી વધી રહયું છે. મોટાભાગના શહેરોમાં હોસ્પિટલો કોરોનાથી પીડાતા દર્દીઓથી ઉભરાઇ રહી છે. દીનપ્રતિદિન કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. રાજ્યમાં સતત વધી રહેલી કોરોના મહામારીને પગલે હવે ફરી એકવાર લોકડાઉન થાય એવી શક્યતાઓ જોવા મળી રહી છે.હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે કોરોનાની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે રાજય સરકારને રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફયુ લાદવા અને વીકએન્ડ કરફયુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લેવા ટકોર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજયના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફયુનો અમલ કરાવવામાં આવી રહયો છે. હાઇકોર્ટના આદેશ બાદ રાજયમાં ફરીથી લોકડાઉનના ભણકારા વાગી રહયાં છે ત્યારે રાજય સરકાર શું નિર્ણય કરે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.

Latest Stories