ગાંધીનગર: રાજ્યના 36 શહેરોમાં હવે રાત્રિના 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, એક કલાકની રાહત

ગાંધીનગર: રાજ્યના 36 શહેરોમાં હવે રાત્રિના 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ, એક કલાકની રાહત
New Update

ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યારે હવે કોરોના કાબુમાં આવી રહ્યો છે અને રોજ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. લોકોને કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે.

રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ થશે. આવતીકાલથી નવા નિયમો અમલી બનશે.ગુ જરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી, કર્ફ્યૂનો સમય જે રાત્રિના 8થી સવારના 6 સુધીનો છે, એને 18 મે સુધી લંબાવવામાં આવ્યો હતો.

હવે આ મુદ્દત પૂર્ણ થતી હોવાથી મુખ્યમંત્રી રૂપાણીએ આજે રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.

#Gandhinagar #Gandhinagar News #Connect Gujarat News #night curfew #Gujarat Night Curfew
Here are a few more articles:
Read the Next Article