ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા અગાઉ 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા એક્શન પ્લાન તૈયાર

New Update
ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા અગાઉ 18 વર્ષના વિદ્યાર્થીઓને વેક્સિન આપવા એક્શન પ્લાન તૈયાર

કોરોનાને કારણે શિક્ષણ વિભાગ પર અસર પડી છે. જેના ભાગ રૂપે ધોરણ 1 થી 11માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. પરંતુ ધોરણ 12ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પરીક્ષા માટેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

આ વખતે પ્રથમ વખત ધોરણ 12ની પરીક્ષા જુલાઈ માસમાં લેવામાં આવશે. જેથી જુલાઈ માસ અગાઉ અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને 18 વર્ષની ઉમર પૂરી થશે. માટે પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વેક્સિન આપવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓ મોટા ભાગે 17થી 18 વર્ષની વયના હોય છે.

જુન માસમાં 5 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે જ બાળકને સ્કુલમાં ભણવા માટે મુકવામાં આવે છે. ત્યારે આ જુન માસમાં અનેક વિદ્યાર્થીઓ 12માં ધોરણમાં અભ્યાસ કરતા હોય તેમની ઉમર 18 વર્ષ પૂરી થાય છે. જુનમાં 18 વર્ષ પૂર્ણ થાય અને જુલાઈ માસમાં બોર્ડની પરીક્ષા શરુ થાય છે જેથી વિદ્યાર્થીઓને વેક્સિન આપી દેવામાં આવે તો કોરોના સામે વિદ્યાર્થીઓને સુરક્ષા મળી શકે. આ માટે સરકાર દ્વારા વિચારણા કરીને સ્કૂલ પાસેથી ડેટા મંગાવ્યો છે.

Latest Stories