ગુજરાત : લવ જેહાદ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ, બિલ પાસ થતા જ રાજ્યમાં કાયદો અમલમાં આવશે.

New Update
ગુજરાત : લવ જેહાદ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ, બિલ પાસ થતા જ રાજ્યમાં કાયદો અમલમાં આવશે.

ગુજરાતમાં લવ જિહાદ પર કાયદો બનવાનો છે. સરકાર લગ્ન માટે બળજબરી ધર્મપરિવર્તન કરાવનાર વિરૂદ્ધ કાયદો બનાવવા જઇ રહી છે. તેના માટે ગુજરાત સરકાર વિધાનસભા સત્ર દરમિયાન એક બિલ રજૂ થઈ ચુક્યું છે. બિલને મંજૂરી મળતાં જ લવ જિહાદ પર કાયદો બનાવનાર ગુજરાત ત્રીજું રાજ્ય બનશે.

બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે. જેને અટકાવવા માટે અમે આ કાયદો લાવી રહ્યાં છીએ. યુવક નાડાછડી પહેરીને આવે જેથી યુવતીને હિન્દુ લાગે છે, હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ ધર્મમાં માનતો હોવાનું પ્રસ્થાપિત કરે છે. ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય છે. ધર્મ પરિવર્તન બાદ યુવતીને પાછા ફરવાનો કોઈ રસ્તો મળતો નથી હોતો, જેથી ઘણી યુવતીઓ આત્મહત્યા પણ કરે છે.

કેરળમાં ચર્ચના રિપોર્ટને ટાંકીને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું ધર્માણતર બાદ યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે જેમાં સજાની અલગ અલગ જોગવાઈ છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવોએ અમારો રાજકીય હેતુ નથી, અમારી વ્યથા છે જેનાં કારણે અમે આ કાયદો બનાવી રહ્યાં છીએ.

લવ જિહાદના વિધેયક અંગે સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ  કહ્યું, સમાજમાં ઉધઇની માફક ઓર્ગેનાઇઝ ક્રાઇમ ફેલાઇ રહ્યું છે. ચોકક્સ સમાજની દીકરીઓને ટાર્ગેટ બનાવે છે. હિન્દુ નામ ધારણ કરી સગીર વયની દીકરીઓનો ટાર્ગેટ બનાવે છે. હિન્દુ નામ ધારણ કરી સગીરાઓન ભોળવવામાં આવી હોવાના અનેક કિસ્સા સમાજમાં બન્યા છે. જેના માટે આ કાયદો બને તે જરૂરી છે.

ધર્મ પરિવર્તન કરાવવા માટે પાંચ વર્ષ સુધીની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ હશે. કિશોર છોકરીના કેસમાં સાત વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ હશે, ગુજરાતમાં 2003 માં ગુજરાત ફ્રીડમ ઓફ રિલીઝન એક્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં 2006 માં પહેલીવાર ફેરફાર કરવામાં આવ્યો હતો

Latest Stories