Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ તાપી જિલ્લાની મુલાકાતે

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ તાપી જિલ્લાની મુલાકાતે
X

ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ક્વોરી વિસ્તાર સહિત ઉકાઈ ડેમ, અને ગૌમુખની પણ લીધી મુલાકાત

ગુજરાત

વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ, તાજેતરમાં

તાપી જિલ્લામાં આવેલા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ક્વોરી વિસ્તારની જાત મુલાકાત

લીધી હતી. આ વેળા સમિતિએ ઉકાઈ ડેમ તથા ગૌમુખની પણ મુલાકાત લઈ, આદિવાસી વિસ્તારમાં કાર્યરત ઉદ્યોગ તથા પ્રવાસન પ્રવૃત્તિઓનો પણ તાગ મેળવ્યો

હતો.

સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડિયા સહિત સમિતિ સભ્યો ડો.અનિલ જોષીયારા, અરવિંદભાઈ પટેલ, ઉપરાંત

સચિવ વી.એચ.રાઠોડ, સેક્શન

ઑફિસર જિતેન્દ્ર પ્રજાપતિ, કુ.પ્રતિકા

તિવારી, જિતેન્દ્ર પટેલ સહિતના અધિકારીઓએ, તેમની મુલાકાત દરમિયાન કસવાવની જે.જે.સ્ટોન ક્વોરી, અને ડોલવણની મહાલક્ષ્મી સ્ટોન ક્વોરીની મુલાકાત લઈ, જાત માહિતી મેળવી હતી.

સમિતિની આ મુલાકાત દરમિયાન તેમની સાથે તાપી કલેકટર આર.જે.હાલાણી, ઉદ્યોગ અને ખાણ વિભાગના નાયબ સચિવ ડી.જી.ચૌધરી, નાયબ પોલીસ અધિકારી માવાણી, પ્રાંત

અધિકારી તુષાર જાની, ભૂસ્તરશાસ્ત્રી

જે.એમ.પટેલ અને ડી.કે.પટેલ, મદદનીશ

કમિશ્નર એમ.એલ.ગામીત, સુપરવાઇઝરો દિનેશ ચૌધરી, મેહુલ શાહ, સર્વેયર

પી.ડી.પ્રજાપતિ સહિતના સંબંધિત અધિકારી, કર્મચારીઓએ

ઉપસ્થિત રહી, તેમની

ભૂમિકા અદા કરી હતી.જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓએ સમિતિને પૂરક વિગતો આપી, કામગીરીથી અવગત કરાવ્યા હતા.

Next Story