New Update
/connect-gujarat/media/post_banners/c83f97f2cfd1d97b048b99c097d2099d439d9a628754c02941c9bead591217e0.webp)
લોકસભા ચૂંટણીના પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન જામનગર પાસિંગની એક કારમાંથી 1 કિલોથી વધુ મેથાએમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી છે. 1 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણેય લોકો જામનગરના હોવાનું સામે આવ્યું છે. ત્રણેય શખ્સોએ ડ્રગ્સનો આ જથ્થો વાપીની મહારાષ્ટ્ર બોર્ડર પરથી મેળવ્યા બાદ અજમેર ગયા હતા અને અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા. ડ્રગ્સનો આ જથ્થો કોને આપવાનો હતો તેને લઈ પોલીસ દ્વાર હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.