રાજ્યની 11451 સ્કૂલો પાસે ફાયર NOC જ નથી ,વિદ્યાર્થીઓ રામભરોસે

રાજયની 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસી જ નથી. સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય

આ
New Update

રાજકોટ અગ્નિકાંડ કેસ બાદ ચકાસણીની ગતિમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સુવિધા અંગે ગુજરાત હાઇકોર્ટે અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર દ્વારા રાજયની શાળાઓમાં ફાયર સેફ્‌ટીની સ્થિતિ, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સાથેનું સોગંદનામું રજૂ થયું હતું.

જેમાં એક  ઘટસ્ફોટ સામે આવ્યો હતો, રાજયની 11,451 સ્કૂલોમાં ફાયર એનઓસી જ નથી. સ્કૂલોમાં બાળકો-વિદ્યાર્થીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્‌ટીના સાધનો-સુવિધા અને નિયમો લાગુ કરવા 30 દિવસનો સમય આપ્યો છે. 

#Connect Gujrat #fire NOC #Gujrat
Here are a few more articles:
Read the Next Article