/connect-gujarat/media/media_files/H7h451HS4kAhvEHkO7lq.jpeg)
ગુજરાતમાં એક વર્ષમાં વર્ચ્ચુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલણના 14.27 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, 30 જૂન 2024ની સ્થિતિએ ગુજરાતમાં ઇ-ચલણના 14.27 લાખ કેસમાંથી માત્ર 1.20 લાખ કેસમાં જ લોકોએ 16.20 કરોડ રૂપિયાનો દંડ ભર્યો છે. ગુજરાતમાં મે-2023માં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવી હતી. ઇ-ચલણની રકમ 90 દિવસ સુધી ભરવામાં ના આવે તો આપમેળે ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં મોકલી દેવામાં આવે છે.
રાજ્યમાં ચલણ કોર્ટમાં ગયા બાદ માત્ર 9%થી ઓછા લોકોએ દંડની રકમ ભરી છે. જ્યારે 3 હજારથી વધુ લોકોએ ટ્રાફિક કોર્ટના ચલણને રેગ્યલુર કોર્ટમાં પડકાર્યું છે. દેશમાં સૌથી વધુ 2.60 કરોડ કેસ દિલ્હીની વર્ચ્ચુઅલ કોર્ટમાં છે અને તેમાં 36 લાખ લોકોએ 309 કરોડ દંડ ભર્યો છે. દેશમાં ટ્રાફિક વર્ચ્યુઅલ કોર્ટમાં 5.26 કરોડ કેસમાંથી માત્ર 56 લાખ કેસમાં જ લોકોએ 579 કરોડનો દંડ ભર્યો છે.3089 લોકોએ ચલણને પડકાર્યું : ગુજરાતમાં બે વર્ચ્યુઅલ કોર્ટ છે. ટ્રાફિક વર્ચ્યુઅલ કોર્ટમાં કુલ 12.42 લાખ કેસ નોંધાયા છે. જેમાં 11.94 કેસમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.