Connect Gujarat
ગુજરાત

દાહોદવાસીઓ માટે દીવાળી દરમિયાન 68 ઇએમટી અને 67 પાઇલોટ સહિત 140 વ્યક્તિઓ ખડે પગે ફરજ નિપાવજે

દાહોદવાસીઓ માટે દીવાળી દરમિયાન 68 ઇએમટી અને 67 પાઇલોટ સહિત 140 વ્યક્તિઓ ખડે પગે ફરજ નિપાવજે
X

દાહોદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા એલર્ટ મોડ પર, 68 ઈએમટી અને 67 પાઇલોટ સહિત 140 વ્યક્તિઓનો સ્ટાફ જિલ્લાવાસીઓની સેવામાં 24×7 હાજર રહી ફરજ બજાવશે.

આવતી કાલથી દીપાવલી પર્વની ઉજવણી કરવામાં જિલ્લાવાસીઓ વ્યસ્ત રહેશે ત્યારે દાહોદ જિલ્લામાં ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવાને એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે ખાસ કરીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ એવા એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે, 68 ઈએમટી અને 67 પાયલટ સહિત 140 વ્યક્તિઓનો સ્ટાફ જિલ્લાવાસીઓ માટે 24 કલાક સેવામાં હાજર રહેશે, સામાન્ય દિવસો કરતા દિવાળીના તહેવારોમાં દાહોદ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવામાં વધુ ફોન કોલ મળતા હોય છે કારણ કે સળંગ રજાઓ અને તહેવારના કારણે વાહનોની અવરજવર વધુ હોય છે જેના કારણે અકસ્માતના બનાવો વધારે બનતા આવે છે આ ઉપરાંત ફટાકડા ફોડવાના કારણે શ્વાસના દર્દીઓમાં પણ વધારો જોવા મળે છે આ સાથે સાથે સ્વીટ્સ અને બહારના ફૂડના કારણે ગેસ એસિડિટી તાવ જેવા કેસમાં વધારો પણ જોવા મળે છે ત્યારે દાહોદ જિલ્લા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જિલ્લાવાસીઓની સેવામાં વધુ એક વખત જોતરાઈ છે તહેવારોની તમામ રજાઓ કેન્સલ કરી અંદાજિત 140 વ્યક્તિઓનો સ્ટાફ આ સેવામાં ખડે પગે હાજર રહેશે જેમાં 68 ઇએમટી અને 67 પાયલટનો સમાવેશ થાય છે સામાન્ય દિવસો કરતા દિવાલી, નવુંવર્ષ અને ભાઈબીજના દિવસોમાં રોડ ઉપર ટ્રાફિક વધુ હોય છે જેના કારણે ઇમરજન્સી બનાવોમાં 33 થી 40% નો વધારો જોવા મળે છે ખાસ કરીને જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે ફોરવીલ કે ટુ વ્હીલરની સ્પીડ કંટ્રોલમાં રાખીને ધ્યાનથી પોતાનું વાહન ચલાવવું અને બની શકે તો વધુ ધુમાડાવાલા અને મોટા ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ તેમજ નાના બાળકો સાથે રહીને ફટાકડા ફોડવા જેથી એમની કાળજી લઈ શકાય અને નાના બાળકો અને શ્વાસની તકલીફ વાલા વડીલોને ફટાકડાથી દૂર રાખી અને તહેવારની ઉજવણી કરવી જોઈએ !સમસ્ત શહેર વાસીઓને ઇમરજન્સી સેવાના માધ્યમ થકી અપીલ કરાઈ છે આ તહેવારના દિવસોમાં વિના સંકોચે 108 ઈમરજન્સી સેવામાં ફોન કરવા માટે પણ અપીલ કરાય છે જેથી કોઈનો સમયસર જીવ બચાવી શકાય...જયારે તહેવારોની ઉજવણી ટાણે પોતાનો અને પોતાના જીવનનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ આપણી જિંદગી અમૂલ્ય છે અને તેની કાળજી રાખી અને બીજાને મદદ રૂપ થવું જોઈએ તેવા આશય સાથે 108 ઇમરજન્સી સેવાને દાહોદમાં એલર્ટ મોડ ઉપર મુકી દેવામાં આવી છે જો કોઈ બનાવ આગનો કે અકસ્માતનો હોય તો તરતજ 108 ઉપર કોલ કરી મદદ મેળવવા માટે પણ અપીલ કરાઈ છે.

Next Story