રાજ્યમાં વધુ 16 ડે. કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ

અગાઉ 23 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા હતા.

રાજ્યમાં વધુ 16 ડે. કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ
New Update

ગુજરાતમાં મહેસુલ વિભાગે વધુ 16 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં બે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. તેની અગાઉ 23 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા હતા. તાજેતરમાં જે 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશ અપાયા હતા

તેમાં મહેસુલ વિભાગે આર.કે પટેલની સાણંદના પ્રાંત અધિકારી તરીકે બદલી કરી છે જ્યારે તમન્ના ઝાલોડિયાને ગાંધીનગરમાં IORAમાં બદલી આપી છે. જે.એમ વાઘેલાને ભાવનગરમાં ડેપ્યુટી DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગૌરવ પંડયાને બનાસકાંઠાના ડેપ્યુટી DDO તરીકે તો દેવાંગ પંડયાને અબડાસાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. એચ એમ સોલંકીની ડેપ્યુટી DDO વડોદરા તો એમ કે પ્રજાપતિને ડેપ્યુટી કલેકટર આણંદ તરીકે મૂકવામાં આવ્યા છે.

આ અગાઉ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા છે. જેમાં વીસી. બોડાના, નેહા પંચાલ, યુએ.એસ. શુક્લા, મયુર પરમાર, સંજય ચૌધરી, કલ્પેશ ઉનડકટ અને જે.બી. બારૈયા સહિતના ડેપ્યુટી કલેક્ટરની બદલીના આદેશ આપ્યા હતા.

#Gujarat #Connect Gujarat #deputy collector #Collector Transfer #મહેસુલ વિભાગ #Department of Revenue
Here are a few more articles:
Read the Next Article