Connect Gujarat
ગુજરાત

સરહદી કચ્છ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા 2 દિવસીય “સાગર સુરક્ષા કવચ”નો આરંભ...

X

રાજ્યભરના દરિયા કાંઠાની સુરક્ષા વ્યવસ્થા

2 દિવસીય સાગર સુરક્ષા કવચનું આયોજન

પોલીસ દ્વારા વિવિધ સ્થળે ચેકિંગ હાથ ધરાયું

ગુજરાત રાજ્યમાં સૌથી લાંબો 1600 કિમીનો રમણીય લાગતો દરીયા કાંઠો સુરક્ષાની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂતકાળમાં બનેલી અનેક ઘટનાઓને જોતાં સરહદી કચ્છ જિલ્લામાં 2 દિવસીય સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 1992માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ હોય કે, 26-11નો હુમલો, જે માટે ગુજરાતના દરીયાઈ માર્ગનો ઉપયોગ થયો હતો. જેથી ફરી આવા બનાવો નહીં બને તે માટે સુરક્ષા એજન્સીઓ વધુ ચોકસાઈ વર્તી રહી છે, ત્યારે કચ્છમાં આજથી શરૂ થયેલી બે દિવસીય સાગર કવાયતમાં નેવી, કોસ્ટગાર્ડ, કસ્ટમ, જીએમબી, ફિશરીસ, મરીન પોલીસ, પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસ સહીતની એજન્સીઓ જોડાઈ છે. દરીયાની અંદર, દરીયા કાંઠે તેમજ દરીયા કિનારા પર આવેલા વિસ્તારોમાં કોઈ ઘુષણખોરી કે, હથિયાર લઈને પહોચે તો સુરક્ષા જવાનોએ અન્ય એજન્સી સાથે કેવી રીતે સંકલન કરી શકે, તે માટે મોકડ્રિલ થઈ રહી છે. રાજ્યમાં અન્ય જિલ્લાઓની તુલનાએ સૌથી વધુ સુરક્ષાની દ્રષ્ટીએ કચ્છનું મહત્વ વધી જાય છે. અહીં પ્રવેશદ્વાર સુરજબારીથી માંડી લખપતના કોટેશ્વર સુધી વિશાળ દરિયાકાંઠો આવેલો છે, જેમાંથી મોટા ભાગનો વિસ્તાર સુરક્ષા એજન્સીઓને આપેલો છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લામાં 2 દિવસીય “સાગર સુરક્ષા કવચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story