જુનાગઢ : એક જ સપ્તાહમાં ડિલિવરી બાદ 3 પ્રસૂતાના મોત, મૃતકના પરિજનોએ કરેલા આક્ષેપને તબીબે નકાર્યા..!

મૃતક મહિલાઓના પરિવારજનોનું કહેવું છે કે, તબીબની બેદરકારીને કારણે જ 3 ગર્ભવતી મહિલાના મોત થયાં છે

જુનાગઢ : એક જ સપ્તાહમાં ડિલિવરી બાદ 3 પ્રસૂતાના મોત, મૃતકના પરિજનોએ કરેલા આક્ષેપને તબીબે નકાર્યા..!
New Update

બાળકોને જન્મ આપ્યા બાદ 3 માતાના મોતથી ચકચાર

એક જ તબીબના હાથે એક જ સપ્તાહમાં કરાય ડિલિવરી

ડિલિવરી બાદ 3 પ્રસૂતાના મોત થતાં પરિજનોમાં રોષ

તબીબ સામે કડક કાર્યવાહી અંગે પોલીસને આપી અરજી

તમામ આરોપો અને ફરિયાદો છે પાયાવિહોણા : તબીબ

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલ ટ્યુલિપ હોસ્પિટલમાં સારવાર લેતી વખતે અને સારવાર લીધા બાદ એક જ સપ્તાહમાં 3 પ્રસૂતાના મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એક જ હોસ્પિટલમાં અને એક જ સપ્તાહમાં 3 પ્રસૂતાના મોત થતાં પરિવારજનોએ તબીબ પર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. ત્રણેય મૃતક મહિલાના પરિવારજનોએ તબીબ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે માણાવદર પોલીસ મથકે અલગ અલગ 4 જેટલી અરજીઓ કરી છે.

મૃતક મહિલાઓના પરિવારજનોનું કહેવું છે કે, તબીબની બેદરકારીને કારણે જ 3 ગર્ભવતી મહિલાના મોત થયાં છે, જેની સામે કડક કાર્યવાહી કરવા માણાવદર પોલીસમાં અરજીઓ આપી છે. આ બાબતે ડોક્ટર ભાટુએ જણાવ્યું હતું કે, આ જેટલા પણ આરોપો કે ફરિયાદો છે એ તમામ પાયાવિહોણી છે. આ ફરિયાદોનું કોઈ મૂળ નથી. હોસ્પિટલ અને હોસ્પિટલના ડોક્ટરોને બદનામ કરવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યુ હતું.

#ટ્યુલિપ હોસ્પિટલ માણાવદર #ટ્યુલિપ હોસ્પિટલ જુનાગઢ #ટ્યુલિપ હોસ્પિટલ #Tulip Hospital Manavadar #Tulip Hospital #ડો. જયદીપ ભાટુ #dr Jaydip Bhatu #માણાવદર પોલીસ
Here are a few more articles:
Read the Next Article