Connect Gujarat
ગુજરાત

ગુજરાતની 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ થયા રદ્દ, વાંચો શું છે કારણ

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની આખરી તારીખ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ રદ થયા છે

ગુજરાતની 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ થયા રદ્દ, વાંચો શું છે કારણ
X

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની આખરી તારીખ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે 26 લોકસભા બેઠક પર 50 ટકા ઉમેદવારી ફોર્મ રદ થયા છે. આ ફોર્મ ટેકનિકલ ક્ષતિઓના કારણે રદ થયા હોવાનું સામે આવ્યુ છે. 230થી વધુ ઉમેદવારોના ફોર્મ રદ ઠેરવવામાં આવ્યા છે. 491માંથી 251થી વધુ ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને જામનગરમાં સૌથી વધુ ઉમેદવારો માન્ય ઠર્યા છે. તેમજ ગાંધીનગર અને અમદાવાદ પૂર્વમાં 23-23 તો જામનગરમાં 21 ફોર્મ માન્ય છે. આ ઉપરાંત નવસારીમાં 19, કચ્છમાં 11, બનાસકાંઠામાં 14, પાટણમાં 11 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. હજુ પણ સોમવાર સાંજ સુધીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે. જો કે સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે.

Next Story