Connect Gujarat
ગુજરાત

પોરબંદરના અરબી સમુદ્રમાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ

પોરબંદર અરબી સમુદ્રમાંથી 13 દિવસ પહેલા પણ ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

પોરબંદરના અરબી સમુદ્રમાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ
X

પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી પોરબંદરથી 350 કિલોમીટર દૂર જળસીમામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર રૂ.480 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.પોરબંદર અરબી સમુદ્રમાંથી 13 દિવસ પહેલા પણ ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પણ NCB, ગુજરાત ATS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારનાં ડ્રગ્સ મળી આવ્યાં હતા. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી હતી. બોટ સાથે ઝડપાયેલા તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ બાદ પોરબંદર જ્યૂડિયશલ ફર્સ્ટ કોર્ટમાં 15 દિવસના રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. આ તમામ આરોપીઓ પાકિસ્તાની છે. જેઓ ઇરાની બોટમાં સવાર હતા. જેમના વિરૂદ્ધ પોરબંદરના નવીબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી 3132 કિલો ડ્રગ્સ જપ્ત કરાવામાં આવ્યું હતું.

Next Story