નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા 6 લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને ઉગારી લીધા હતા. જ્યારે અન્ય 4 લોકો લાપતા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં લાપતા થયેલા લોકો ખડસૂપાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તરવૈયાઓ દ્વારા લાપતા થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
6 લોકો ડૂબી જતા ઘટનાસ્થળ પર હાજર પોલીસ અને હોમગાર્ડે 2 પુરુષોને બચાવી લીધા હતા. જ્યારે એક મહિલા, એક યુવતી અને બે પુરુષો પાણીમાં ગરકાવ થઈ જતા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે.