Connect Gujarat
ગુજરાત

ગુજરાત બોર્ડ ધો.10નું 64.22 % પરિણામ:સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45 ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ધો.10નું 64.22 % પરિણામ:સુરત જિલ્લામાં સૌથી વધુ 76.45 ટકા પરિણામ
X

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મેના રોજ સવારના 7-45એ વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. જે સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું. નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આસાથે જ વ્હોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવાયા હતા.

આ વર્ષે છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે, 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ છે. ગુજરાત બોર્ડ ની ધોરણ 10ની પરીક્ષાનું 64.22 % પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10ની પરીક્ષા સમગ્ર રાજ્યના 958 કેન્દ્રોમાં લેવામાં આવેલી તેમાં બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર 11.94 ટકા મેળવી સૌથી છેલ્લે રહેલો છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત રહ્યો છે. અહીં 76.45 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. અહીં માત્ર 40.75 ટકા પરિણામ આવ્યું છે.

Next Story