Connect Gujarat
ગુજરાત

આઝાદીના 77માં વર્ષની ઠેર ઠેર ઉજવણી, રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારત માતાને કરાયા નમન

આજરોજ દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

X

આજરોજ દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓ અને શહેરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

ભારત દેશ આઝાદ થયોને 76 વર્ષ પૂર્ણ થયા છે અને 77માં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આઝાદીના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

કાપડ નગરી સુરત ખાતે પોલીસ કમિશ્નર અજય તોમરના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આઝાદીના આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કલેક્ટર કે.સી.સંપત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરેડ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

મહાનગર જામનગરમાં પણ દેશભક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના મેયર બીના કોઠારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે શહેરના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

આદિવાસી જિલ્લો ગણાતા પંચમહાલમાં પણ સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પંચમહાલમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમારે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા

Next Story