Connect Gujarat
ગુજરાત

બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડમાં વધુ 9 લોકોને સારવાર અર્થે ભાવનગર ખસેડાયા

બોટાદ જિલ્લાના રોજીદ ગામે આજે લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે.જેમાં રોજીદ ગામના 10 થી વધુ લોકો દ્વારા દેશી દારૂ પીવાથી તે તમામ ની તબિયત લથડી

X

બોટાદ જિલ્લાના રોજીદ ગામે આજે લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે.જેમાં રોજીદ ગામના 10 થી વધુ લોકો દ્વારા દેશી દારૂ પીવાથી તે તમામ ની તબિયત લથડી હતી. અને જેમાં ઉલટી,ચક્કર આવવા અને છાંતી માં ભીંસ આવવી જેવી ફરિયાદો ઉઠતા તાકીદે તમામને સારવાર માટે બોટાદની સોના વાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી અનેકની તબિયત ગંભીર જણાતા તેમને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. અને બુટલેગરોને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ જ્યારે મોતની ઘટનામાં એક માંથી બે ના મોત ની તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે ત્યારે આ લઠ્ઠાકાંડમાં હજુ અનેક લોકોના વધુ મોતની શક્યતા નકારી શકાતી નથી.

લઠ્ઠાકાંડની ગંભીરતાને ધ્યાને લઇ રેન્જ આઈજી ત્યાં દોડી ગયા હતા. તેમના નિર્દેશ અનુસાર ભાવનગરથી વધુ આરોગ્ય સુવિધાથી સજ્જ એક ટીમ જેમાં તજજ્ઞ ડોક્ટરો,નર્સિંગ અને દવા બોટાદ રવાના થઈ હતી.જ્યારે એલસીબી, એસઓજી સહિતની ટીમ પણ ત્યાં જવા રવાના કરવામાં આવી છે.

જ્યારે મોડી સાંજે 9 લોકો ને ત્રણ 108 મારફતે વધુ સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે પૈકી 2 ની હાલત હજુ ગંભીર હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું

Next Story