/connect-gujarat/media/post_banners/1a451465fb37afa698bb73dddfca6ad2c75d1285e7d5d08dbb4222b892b8b7d6.webp)
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવમાં સુરતના હરિભક્ત દ્વારા હનુમાનજી દાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અપર્ણ કરવામાં આવ્યો છે. કથા મંડપમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હરિભક્ત અને તેના પરિવાર દ્વારા સંતોને મુગટ અપર્ણ કરવામા આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 175 માં શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજથી મહોત્સવનો શુભારંભ થઈ ચૂક્યો છે અને કથામાં ખુબ જ મોટી સંખ્યામાં હરિભક્તો હાજર જોવા મળી રહ્યો છે. ત્યારે હનુમાનજી દાદાના આ મહોત્સવમાં હજારો હરિભક્તો દ્વારા દાદાને અલગ અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવી રહી છે. આજે સુરતના એક હરિ ભક્ત દ્વારા દાદાને એક કિલો સોનાનો હીરાજડિત મુગટ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સંતોને અપર્ણ કરવામા આવ્યો હતો.