/connect-gujarat/media/media_files/2025/08/02/whatsapp-image-2025-08-02-at-2025-08-02-21-29-36.jpeg)
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ અત્રિ નામની બોયઝ હોસ્ટેલમાં પોરબંદરના કુતિયાણા તાલુકાના માંડવા ગામના 21 વર્ષીય યુવક અને ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલ મિહિર નારણ કાંબલીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હોસ્ટેલમાં રૂમ નંબર 407માં રહેતા મિહિર કાંબલીયાએ બપોરના સમયે પોતાના રૂમમાં જ પંખા સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલ સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો ઘટનાની જાણ થતાં જૂનાગઢ DYSP હિતેશ ધાંધલીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, DYSP હિતેશ ધાંધલીયાના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં મિહિરના પિતા નારણભાઈએ તેમના પુત્રના મૃત્યુ અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી.જેથી આપઘાતનું કારણ હજુ અકબંધ રહ્યું છે,પોલીસે ઘટના સ્થળેથી મિહિરનો મોબાઈલ ફોન કબજે કર્યો છે અને તેની કોલ ડિટેઈલ્સની તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પહેલા તેણે કોની સાથે વાત કરી હતી તે જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હાલ પરિવારજનો અંતિમવિધિમાં વ્યસ્ત હોવાથી તેમની વધુ પૂછપરછ બાદ વધુ વિગતો સામે આવશે. આ ઘટના પાછળ કોઈ ગુનાહિત કૃત્ય છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આદરી છે