/connect-gujarat/media/media_files/SjaJlGgiuDyr8556lCDG.jpg)
રાજ્યના નાગરિકોને સરળ અને પારદર્શક સેવાઓ આપવા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. હવે આવકનું પ્રમાણપત્ર વધુ સરળ, ઝડપી અને સંપૂર્ણપણે ડિજિટલ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે.
નવી વ્યવસ્થા મુજબ અરજદારે પોતાની આવક અંગે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. સરકારનો ઉદ્દેશ પ્રોસેસને સરળ બનાવવાનો છે, પરંતુ સાથે જ ખોટી માહિતી આપનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે.ડિજિટલ પરિવર્તનના ભાગરૂપે હવે આવકનું પ્રમાણપત્ર QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે આપવામાં આવશે. જેથી તેની પ્રામાણિકતા ચકાસવી સરળ બનશે અને દસ્તાવેજોની નકલ અથવા ગેરવપરાશ અટકાવવામાં મદદ મળશે.