PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક,બાવળામાં ડ્રોન ઉડાડનાર 3 શખ્સોની કરાઈ ધરપકડ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને કેન્દ્રીય નેતાઑ ગુજરાતમાં સભા ગજવી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા

New Update
PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક,બાવળામાં ડ્રોન ઉડાડનાર 3 શખ્સોની કરાઈ ધરપકડ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને કેન્દ્રીય નેતાઑ ગુજરાતમાં સભા ગજવી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળા એમ ચાર સ્થળોએ જનમેદનીને સંબોધી હતી. આ દરમિયાન PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

બાવળામાં PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હતું. જેને લઇને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષામાં ચૂકને લઇને ડ્રોન ઉડાડનાર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય શખ્સો અમદાવાદ ઓઢવના રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓએ ત્રણેય શખસોની હાથ ધરી પુછપરછ કરી ડ્રોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલી રેલીમાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં પીએમની રેલી ચાલી રહી હતી, ત્યારે એક ખાનગી ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. હાલ તો પોલીસે વીડિયોગ્રાફર સામે એફઆઇઆર નોંધી છે. પોલીસ દ્વારા ડ્રોન છોડવામાં આવ્યું ન હોવાની પણ જાણ કરવામાં આવી છે, પરંતુ તેને ઉતારવામાં આવ્યું હતું.

Latest Stories