/connect-gujarat/media/post_banners/40c1178de8d212eee0442620646a5996328341c262f7b9c612d6843e72e4f6cc.webp)
જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિશાળ હતી કે, ધૂમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો. રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્ર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.
ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને થતા તેઓ મોડી રાત્રે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિત રિલાયન્સના અનેક ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.