Connect Gujarat
ગુજરાત

વડોદરા-હાલોલ રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં લાગી ભીષણ આગ

વડોદરા-હાલોલ રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, એક પછી એક ગેસની બોટલો ફાટી, 5 કિલોમીટર દૂર સંભળાયા ધડાકા

X

વડોદરા-હાલોલ રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, એક પછી એક ગેસની બોટલો ફાટી, 5 કિલોમીટર દૂર સંભળાયા ધડાકા

રાજ્યમા ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરા-હાલોલ રોડ નજીક ક્રિષ્ના આશ્રય ફાર્મા કંપની આવેલી છે. અહી આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા . ભીષણ આગની જાણ થતા જ પોલીસ અને 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ કંપનીએ આવી પહોંચી અને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા .હાલ આ આગ લાગવા પાછળૅનુ કારણ હાઇટેન્શન લાઇન તૂટી હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ બાદ આગ વધુ ફેલાતા ગેસના બોટલો એક પછી એક ફાટયા જેના ધડાકા 5 કિલોમીટર દૂર સુધી સંભળાયા હતા.

મળતી માહિતી મુજબ આગને જોતા વડોદરા ફાયર બ્રિગેડએ મેજર કોલ જાહેર કર્યો હતો અને બીજી તરફ કંપની હાઈવે પર જ હોવાના કારણે આગના કારણે વડોદરા-હાલોલ રોડ પર ટ્રાફિક જામ થયો હતો . હાલ આ આગને કારણે વાહનવ્યવ્હાર ખોરવાયો છે અને વાહન ચાલકોને હાઈવે પર કપનીથી 1 કિલોમીટર દૂર જ રોકી દેવામા આવી રહ્યા છે.

Next Story