જામનગરમાં સિક્કા નજીક આવેલ એલેન્ટો હોટેલમાં લાગી ભીષણ આગ

જામનગરમાં સિક્કા નજીક આવેલ એલીનટો હોટેલમાં ભીષણ આગ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ટેન્ડરો સ્થળ પર કામ કરી રહ્યા હતા

New Update
જામનગરમાં સિક્કા નજીક આવેલ એલેન્ટો હોટેલમાં લાગી ભીષણ આગ

જામનગરમાં સિક્કા નજીક આવેલ એલીનટો હોટેલમાં ભીષણ આગ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ટેન્ડરો સ્થળ પર કામ કરી રહ્યા હતા. જામનગર કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું કે હોટેલમાં 27 લોકો હતા, આ તમામને બચાવી લેવામા આવ્યા છે. 2-3 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આગ ઉપર કાબુ મેળવેલ જેમાં કોઈ જાનહાની નોંધાયેલ નથી અકસ્માતના કારણે જે લોકોને ઈજા થયેલ છે તેમને જીજી હોસ્પિટલ ખાતે સારવાર આપવાનું ચાલુ છે.

જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. જો કે, સત્તાવાર રીતે અથવા હોટલ મેનેજમેન્ટ તરફથી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.

Latest Stories