ભરૂચ ગાયત્રી ફ્લેટના A-1 બ્લોકમાં ગેલેરીનો ભાગ ધરાશાયી, સ્થાનિકોમાં ભય

ગાયત્રી ફ્લેટના A.1 બ્લોકના ત્રીજા માળની ગેલેરી જર્જરીત થતાં ધરાશાયી થઈ છે. જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઇ રહી છે. સોસાયટી કમિટી દ્વારા તેમને 5 વાર રિનોવેશન અથવા ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે.

New Update

મકતમપુર વિસ્તાર સ્થિત ગાયત્રી ફ્લેટની ઘટના

A.1 બ્લોક-ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી

ગેલેરી ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ

વારંવાર નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં

મોટી હોનારત સર્જાય તેવી સેવાય રહી છે ભીતિ

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તાર સ્થિત ગાયત્રી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનાA.1 બ્લોકના ત્રીજા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

સમગ્ર રાજ્યમાં ચોમાસુ હવે બરાબરમાં જામ્યું છેત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ મેઘસવારી આવી પહોંચી છે. ગણતરીના કલોકમાં જ ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તેવામાં ભરૂચ શહેરના મકતમપુર વિસ્તાર સ્થિત ગાયત્રી કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીનાA-1 એપાર્ટમેન્ટના ત્રીજા માળની ગેલેરીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો.

જોકેઆ કાટમાળ એક બાઇક પર પડતા ભારે નુકશાન થયું હતું. સોસાયટીના પ્રમુખ અશ્વિન શાહે જણાવ્યું હતું કેગાયત્રી ફ્લેટનાA.1 બ્લોકના ત્રીજા માળની ગેલેરી જર્જરીત થતાં ધરાશાયી થઈ છે. જેના કારણે મોટી દુર્ઘટનાની ભીતિ સેવાઇ રહી છે. સોસાયટી કમિટી દ્વારા તેમને 5 વાર રિનોવેશન અથવા ઉતારી લેવા નોટિસ આપવામાં આવી છે. તો બીજી તરફનગરપાલિકાએ પણ 3 વાર નોટિસ આપી છેછતાં ફ્લેટના માલિકો ઇમારતના રીપેરીંગ માટે કોઈ પગલાં ભરતા નથી. ઉપરાંત 80% મકાન માલિકો અન્ય રહેવા જતા રહ્યા છેઅને તેમના ફ્લેટ ભાડેથી આપ્યા છેત્યારે ભારે વરસાદમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી સોસાયટીના રહેવાસીઓમાં ભીતિ સેવાઈ રહી છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનું સેવાકાર્ય,દિવ્યાંગ ભાઈ બહેનો આર્થિક રીતે પગભર બને તેવા પ્રયાસ

વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે..

New Update
  • આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટનો સ્તુત્ય પ્રયાસ

  • દિવ્યાંગ ભાઈ બહેનોને આપે છે તાલીમ

  • રાખડી,દીવડા સહિતની વસ્તુઓ બનાવે છે

  • દિવ્યાંગ ભાઈ બહેનોને મળી રહે છે રોજગારી

  • આર્થિક રીતે પગભર બને તેવો ટ્રસ્ટનો પ્રયાસ

સુરેન્દ્રનગરમાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોના કલ્યાણની ભાવના સાથે સેવાકાર્ય કરવામાં આવે છે.હાલમાં આ ભાઈ બહેનો રાખડી અને દીવડા બનાવીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ  દિવ્યાંગ બહેનોને રોજગારી પુરી પાડવા માટે કાર્ય કરે છે અને હાલમા 100  જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો રાખડી બનાવવાનું કામ કરે છે.સાથે રાખડીનું કાચુ મટીરીયલ ઘરે લઈ જઈને પણ પોતે કામ કરે છે.જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને રાખડી કેવી રીતે  બનાવી તે  માટે સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે.અને દિવ્યાંગ ભાઈ બહેનો મહિને બે થી અઢી હજાર જેટલી આવક મેળવી શકે છે.

રાખડીની સાથે બહેનોને સીવણનું કામ પણ આપવામાં આવે છે. સાથે દિવાળી ઉપર દીવડા બનવા તેને કલર કરવાનું કામ પણ મળે છે. અને ભગવાનના વાઘા તેમજ તકિયા પણ બનાવે છે.રાખડીની સીઝનમાં ગત વર્ષે પાંચ હજારથી વધુ રાખડી દિવ્યાંગ બહેનોએ બનાવી હતી અને તેનું વેચાણ કર્યું હતું. આ વર્ષે હાલ રોજની 500 નંગ રાખડી બનાવીને  અંદાજીત 7 હજાર જેટલી રાખડી બનાવી અને તેનું વેચાણ  કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.