/connect-gujarat/media/post_banners/98aa739947ed2e171d48f8442eb62be6be2f29464478598794b7a657d5daee78.webp)
વૈશ્વિક વારસાઓ અને ધરોહરોને સાચવવાનું કામ કરતી યુનેસ્કો સંસ્થા દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં સામેલ કરાયો છે. ત્યારે આ ગરબાને હેરિટેજમાં સ્થાન મળ્યું હોવાથી સૌ કોઈમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સુંદર ઘડીને વધાવતા આજે રાજ્યભરના અનેક સ્થળો પર ગરબાનું પણ આયોજન કરાયું છે. કરોડો ગુજરાતીઓ અને ગરબા પ્રેમીઓ માટે આજે ગૌરવની ક્ષણ છે. કારણ કે સીમાડાઓ વટાવીને આજે ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચુકી છે.
ગરબાને “ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ” એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના ગરબાને એક જીવંત સાંસ્કૃતિ વારસા તરીકે નવી ઓળખ મળી છે. વૈશ્વિક વારસાઓ અને ધરોહરોને સાચવવાનું કામ કરતી યુનેસ્કો સંસ્થા દ્વારા ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં સામેલ કરાયો છે. ત્યારે આ ગરબાને હેરિટેજમાં સ્થાન મળ્યું હોવાથી સૌ કોઈમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સુંદર ઘડીને વધાવતા આજે રાજ્યભરના અનેક સ્થળો પર ગરબાનું પણ આયોજન કરાયું છે.