/connect-gujarat/media/post_banners/e38c4c5f0926f2317b773b7a365f0b8cd60c1c6bdf4a57ce70118f38d0f8c607.jpg)
પૂરપાટ ઝડપે જઈ રહેલો ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો, જુઓ CCTVવડોદરા જિલ્લાના કરજણ ટોલ પ્લાઝા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલો ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં ટ્રક ટોલ પ્લાઝની ઓફિસમાં ઘૂસી જતો દેખાય છે.
ટ્રક અચાનક જ ટોલ પ્લાઝામાં ઘૂસી ગયો
વડોદરાથી સુરત જતા નેશનલ હાઈવે નં-48 પર કરજણ પાસે ટોલ પ્લાઝા આવેલો છે. આ ટોલપ્લાઝા પર આજે સાંજે 4.07 વાગ્યે એક પૂરપાટ ઝડપે ધસમસતો ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો હતો. આ સમયે ટોલ પ્લાઝામાં હાજર તમામ કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી જતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
અકસ્માતમાં ટ્રકનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત
આ ઘટનામાં ટોલપ્લાઝામાં ઘૂસી ગયેલા ટ્રકનો ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે.
ટોલ પ્લાઝાના કર્મચારીઓ માંડ-માંડ બચ્યા
સાંજે 4 વાગ્યાની આસપાસ કર્મચારીઓ પોતપોતાના કામમાં કર્મચારીઓ વ્યસ્ત હતા. કેટલાક લોકો ટોલપ્લાઝાની ઓફિસની બહાર નીકળી રહ્યા હતા. આ સમયે અચાનક ટ્રક ઓફિસમાં ઘૂસી આવતા કર્મચારીઓ શું કરવુ અને ક્યાં જવુ તેનો પણ સમય મળ્યો નહોતો. કર્મચારીઓમાં ભાગ દોડ મચી ગઈ હતી અને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ માંડ માંડ જીવ બચાવ્યો હતો.