Connect Gujarat
ગુજરાત

હાલોલના પાવાગઢ બાયપાસ ઉપર GFL કંપનીનું ટેન્કર પલટી ખાઈ જતા મચી દોડધામ...

હાલોલના પાવાગઢ બાયપાસ ઉપર GFL કંપનીનું ટેન્કર પલટી ખાઈ જતા મચી દોડધામ...
X

હાલોલના પાવાગઢ બાયપાસ રોડ ઉપર રણજીત નગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં ક્લોરોફોર્મ ભરીને આવતું ટેન્કર પલટી જતા પોલીસે બાયપાસ રોડ બંધ કરવાની ફરજ પડી હતી. હાલોલના ટીંબી પાટીયા પાસેથી અને વડા તળાવ તરફથી આ સમગ્ર માર્ગને ડેલિકેટ કરીને બંધ કરી દેવામાં આવ્યો હતો. 40 ટન ક્લોરોફોર્મ ભરીને આવેલું ટેન્કર વળાંક ઉપર પલટી ખાઈ જતા જી.એફ.એલ કંપનીના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જીએફએલનું ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યું હતું. ક્રેઇન મંગાવીને ટ્રકમાંથી છૂટું પડીને રોડની સાઈડ પર પડેલા ક્લોરોફોર્મ ભરેલા ટેન્કરને છતું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.હાલોલના પાવાગઢ બાયપાસ રોડ ઉપર ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ક્લોરોફોર્મ લઈને આવેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. દહેજની એસ આર એફ કંપનીમાંથી ક્લોરોફોમ ગુજરાત ફોલો કેમિકલ કંપનીમાં મોકલવામાં આવ્યું હતું. પાવાગઢ બાયપાસ રોડ ઉપર આવેલા ટીંબી ગામના વળાંક પાસે ટેન્કરના ચાલકે વળાંક ઉપર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈ ગયું હતું.ટેન્કરમાં ભરવામાં આવેલું ક્લોરોફોર્મ ઢોરાઇ રહ્યું હોય જીએફએલ કંપનીના અધિકારીઓ ચિંતિત બન્યા હતા અને યુદ્ધના ધોરણે ટેન્કર ઊભું કરવાના પ્રયાસો કર્યા હતા. જોકે ટેન્કરમાં ક્લોરોફોર્મ ભરેલું હોવાથી પોલીસે એક તબક્કે બાયપાસ રોડ બ્લોક કરવાની ફરજ પડી છે. બપોર બાદ પણ હજી ટેન્કર ઉભું કરવાની કામગીરી કરાઈ રહી છે.

Next Story