Connect Gujarat
ગુજરાત

ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં દશેરાએ નહીં પરંતુ અગિયારસના દિવસે રાવણ'વધ'ની અનોખી પરંપરા

X

સામાન્ય રીતે વિજયાદશમીના દિવસે સમગ્ર દેશમાં રાવણ દહન અને વધના કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકામાં આવેલા પાણશીણા ગામમાં દશેરાના દિવસે નહિ પરંતુ અગિયારસના દિવસે રાવણ મારવાની અનોખી પરંપરા છેલ્લા ૧૨૫ વર્ષોથી ચાલી આવે છે. ત્યારે આજે અગિયારસને દિવસે પાણશીણા ખાતે રાવણને લાકડી વડે મારમારી અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે આ પરંપરાની સાથે પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપવામાં આવે છે કારણ કે રાવણના પુતળાના દહનથી પર્યાવરણને નુકસાન પહોંચતુ હોવાથી ગ્રામજનો દ્વારા રાવણના પુતળાના દહનના બદલે લાકડી વડે રાવણને મારી પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપવામાં આવે છે.

સમગ્ર દેશમાં દશેરા એટલે કે વિજયાદશમીને દિવસે રાવણ દહન અને વધના કાર્યક્રમો યોજાઈ છે પરંતુ લીંબડી તાલુકાના પાણશીણા ગામે અંદાજે ૧૨૫ વર્ષથી દશેરાને બદલે અંગિરાયસના દિવસે રાવણને મારવાની અનોખી પરંપરા આજે પણ અકબંધ છે. આજે અગિયારસને દિવસે ગ્રામજનો દ્વારા રાવણને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ શહેરના બહુચર માતાના ચોકમાં ગ્રામજનો લાકડી સાથે ઉમટી પડ્યા હતા. રામ અને રાવણની લડાઈ વચ્ચે ગામના યુવાનોએ લાકડી વડે આડશ રાખી હતી... અને ત્યારબાદ ચોકમાં રામ, લક્ષ્મણ અને રાવણ વચ્ચે ભીષણ યુધ્ધ ખેલાયું હતું....આ યુધ્ધ જોવા આવેલા લોકો પણ મારો...મારો રાવણને મારો અને જય શ્રી રામના નારા લગાવી ભગવાન રામને સમર્થન આપતા હતા. પાણશીણા ગામની અનોખી પરંપરા જોવા માટે આસપાસના ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા...નવરાત્રીના પ્રથમ સાત દિવસ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ બહુચર ચોકમાં ગરબે ઘૂમે છે... જયારે અંતિમ ત્રણ દિવસોમાં જય ચિત્તોડ, પૃથ્વીરાજ ચૌહાણ, દ્રોપદી વસ્ત્રાહરણ, શિવાજી જેવા ખેલ ભજવાય છે અને અગિયારસના દિવસે રાવણના વધ સાથે નવરાત્રી મહોત્સવની પૂણૉહુતિ કરવામાં આવે છે. લાકડી વડે રાવણને મારવાની પરમ્પરા આજે પણ અહીં અકબંધ જળવાઈ છે. આ પરંપરા પાછળ અેવુ પણ કારણ ગ્રામજનો જણાવી રહ્યાં છે કે વર્ષો પહેલા ગામમાં તમામ ખેડૂતો અગીયારસના દિવસે અગતો અેટલે કે રજા રાખતા હતા જેથી ગામના તમામ લોકો રાવણવધને માણી શકે તે માટે પાણશીણા ગામમાં અગીયારસના દિવસે રાવણનો વધ કરવામાં આવે છે તેમજ રાવણ દહનના બદલે પ્રતિકરૂપે લાકડી વડે રાવણને મારવા પાછળ પણ ગ્રામજનોની પર્યાવરણ બચાવવાની દુરંદેશી છે. રાવણના પુતળાનું દહન કરવાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવાનો ભય રહે છે જેને લઇને ગ્રામજનો દ્વારા પુતળા દહનના બદલે પ્રતિકરૂપે લાકડી વડે રાવણનો વધ કરવામાં આવ છે. અને આ રામરાવણનું અનોખુ લાકડી યુધ્ધ જોવા સમગ્ર જિલ્લામાંથી લોકો ઉમટી પડે છે. ગામના જ યુવાનો અને લોકો દ્વારા રામ, લક્ષ્મણ, સીતા અને રાવણ જેવા પાત્રો ભજવવામાં આવે છે.

Next Story