નવસારી : અબ્રામા ગામેથી 25 દિવસ પહેલા લાપતા યુવકની મિત્રએ જ કરી હત્યા!, ત્રણ શખ્સોની ધરપકડ

અબ્રામા ગામનો આશાસ્પદ યુવાન મોહમ્મદ નિસાર કાપડિયા 25 દિવસ પહેલા ગુમ થયો હતો

New Update
નવસારી : અબ્રામા ગામેથી 25 દિવસ પહેલા લાપતા યુવકની મિત્રએ જ કરી હત્યા!, ત્રણ શખ્સોની ધરપકડ

અબ્રામા ગામેથી લાશ મળી આવી

25 દિવસ પહેલા ઘરેથી થયો હતો ગુમ

નજીકના મિત્રએ જ યુવકની કરી હત્યા!

પ્રાથમિક તપાસમાં પોલીસને મળી માહિતી

પોલીસે ત્રણ શંકાસ્પદ ઈસમોની અટક કરી

નવસારીના જલાલપુર તાલુકાના અબ્રામા ગામે 25 દિવસ પહેલા ઘરેથી ગુમ થયેલ યુવાનની હત્યા નિપજાવી મૃતદેહ ખેતરમાં દાટી દીધો હોવાની વિગતો સામે આવતા પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નવસારીના જલાલપુર તાલુકાના અબ્રામા ગામેથી ગુમ થયેલા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી છે. યુવકની હત્યા નિપજાવી અબ્રામાના એક ખેતરમાં લાશને દાટી દેવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે ખસેડી છે.

અબ્રામા ગામનો આશાસ્પદ યુવાન મોહમ્મદ નિસાર કાપડિયા 25 દિવસ પહેલા ગુમ થયો હતો.યુવાન દીકરો ગુમ થતાં પરિવારે જલાલપોર પોલીસ ને જાણ કરી હતી. આજે જલાલપુર પોલીસને ગુમ યુવાનની હત્યા થઈ હોવાની માહિતી મળી હતી સાથે જ તે હત્યા તેના નજીકના મિત્રએ કરી હોવાની જ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.ડીવાયએસપી,એસડીએમ,ડોકટર અને પરિજનોની હાજરીમાં દાટી દેવાયેલી લાશ બાહર કાઢી પી.એમ માટે મોકલી છે.સાથે જ જલાલપોર પોલીસે ત્રણ શંકાસ્પદ ઈસમોની અટક કરી તપાસ હાથ ધરી છે.

Latest Stories