હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન થયું સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

New Update
હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન થયું સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. દરિયામાં વાવાઝોડું આવવાનું છે. હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે.જેને લઈ દરિયો તોફાની બનશે. ગુજરાતના તમામ બંદરો પર અત્યારથી જ એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

અમરેલીના જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ મોટાભાગની બોટ બંદર પર પરત ફરી છે. ઓખા બંદર પર પણ ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનવાની સંભાવવાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે. હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. પરંતુ 9 અને 10 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે 9 અને 10 જૂનના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Latest Stories