કચ્છ પોલીસની ટીમ પર થાર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરનાર બુટલેગર અને મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી

ભચાઉના ચોપડવા પુલ નજીક રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ ભચાઉ પોલીસ અને પૂર્વ કચ્છ LCB પોલીસની ટીમ ઉપર થાર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

New Update

ભચાઉના ચોપડવા પુલ નજીક બુટલેગરની માણમાની

પોલીસ ટીમ પર થાર જીપ ચઢાવી કર્યો હત્યાનો પ્રયાસ

કારમાં મહિલા પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરાય

પોલીસને કારમાંથી દારૂ-બીયરની બોટલો પણ મળી

બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

 કચ્છ જિલ્લાના ભચાઉના ચોપડવા પુલ નજીક રીઢા બુટલેગરે પોલીસની ટીમ ઉપર થાર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ કારમાં સવાર ગાંધીધામ CID ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કચ્છ જિલ્લાના ભચાઉના ચોપડવા પુલ નજીક રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ ભચાઉ પોલીસ અને પૂર્વ કચ્છ LCB પોલીસની ટીમ ઉપર થાર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકેસમગ્ર ઘટનામાં સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કેબુટલેગરને પકડીને તેની કારની તલાશી લેવામાં આવી ત્યારે તેમાં તેની સાથે ગાંધીધામ CID ક્રાઇમમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી પણ ઝડપાઇ હતી.

મહિલા હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સોશિયલ મીડિયામાં પોલીસ યુનીફોર્મમાં અવનવા વિડીયો બનાવતી હોવાના કારણે પણ જાણીતી છે. પોલીસની ઓફિશિયલ પ્રેસનોટ મુજબ બન્ને સામે હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી કરવાનું જણાવાયું છે. એસપી સાગર બાગમારના જણાવ્યા પ્રમાણેગત રવિવારે બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી થાર કારમાં ગાંધીધામ તરફ આવી રહ્યા હતા..

 ત્યારે હાઇવે ઉપર પોલીસની ટીમે સામખીયાળીથી ગાંધીધામ તરફ જઈ રહેલી સફેદ કલરની થાર જીપને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા કારને થોભવના બદલે પોલીસ ઉપર ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસે જ્યારે કારની તલાશી લીધી તો તેમાંથી 9 જેટલા જુદા જુદા ગુન્હામાં સપડાયેલ ચીરઇનો બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે નીતા ચૌધરીને ઝડપી લેવામાં આવ્યા હતા. ઉપરાંત કારમાંથી પોલીસને બિયર અને દારૂની બોટલો મળી આવી હતીત્યારે હાલ તો પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Latest Stories