ભારે વરસાદના કારણે નર્મદાના પાણી ઓસરતાં બેટ ફેરવાયેલ માંગરોળ ગામનો રસ્તો ખુલ્યો થતાં ગામની મુલાકાત કરતા માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખો ના અશું નથી ઓસરી રહ્યા. આ મહિલાના ઘરમાં તમામ ઘરવખરી નો નાશ થઈ ગયો છે. અને હવે સરકારનો સહારો શોધી રહ્યા છે કારણ કે 48 કલાકથી આ ગામના લોકો પાસે નાસ્તો કે જમવાનું બનાવવા માટે કોઈ સામગ્રી નથી
માંગરોલ ગામ પાણીમાં તરબોળ હતું જે મુક્ત થયું પરંતુ ઘરોમાં ખુબ નુક્સાન થયું. ઘર વખરી નો સમાન સહિત તમામ સમાન તણાઇ ગયો છે. લોકો બે દિવસથી ભૂખ્યા તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. સાથે લોકો ને થયેલ નુક્સાન ને પગલે સરકાર સહાય આપે એવી લોકો ની માંગ ઉઠી છે.લોકો ક્યાંક તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે રાત્રીના એકદમ પાણી ઘુસતા ઊંચાઈ વાળા વિસ્તાર માં લોકો જીવ બચાવી ભાગ્યા હતા. હવે જીવ તો બચાવી લીધો પણ સરકાર આવાસ સહિત ઘરવખરીનો સામાન ક્યારે આપે તેની રાહ જોઈને બેઠા છે.