રાજકોટ ગેમઝોન આગકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું,ફાયર સેફ્ટી પરમિશન વગર ચાલતા ગેમઝોન બંધ કરાવવા અપાયા આદેશ

New Update
રાજકોટ ગેમઝોન આગકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું,ફાયર સેફ્ટી પરમિશન વગર ચાલતા ગેમઝોન બંધ કરાવવા અપાયા આદેશ

કાલાવાડ ટીઆરબી ગેમઝોનમાં ભીષણ આગ

આગ દુર્ઘટનામાં 24 લોકો જીવતા ભુજાયા

આગ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું

ફાયર સેફ્ટી પરમિશન વગર ચાલતા ગેમઝોન બંધ કરાવવા અપાયા આદેશ

રાજકોટમાં આગઝરતી ગરમી વચ્ચે TRP ગેમઝોનમાં આગ ભભૂકી ઉઠતા મોતની ચિચિયારીઓ ગુંજી હતી. કારણ કે, તેમાં અનેક માસૂમો ફસાઈ ગયા હતા. આગ એટલી નિકરાળ હતી કે, 5 કિલોમીટર સુધી તેના ધુમાડા જોવા મળ્યા અને ફરી એકવાર સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી થઈ ગઈ છે. તેવામાં રાજકોટમાં 24 જિંદગીઓ હોમાઈ ગઈ છે TRP ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુઆંક 24 થયો છે. ગેમિંગ ઝોનમાં આગ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે. તમામ ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે. આ સાથે જ આ મામલે SITની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને રાજ્યના પોલીસ વડાએ રાજ્યમાં ફાયર સેફ્ટી વગર ચાલતા ગેમઝોન બંધ કરાવવા જિલ્લા પોલીસ વડાને આદેશ કર્યા છે આ કાર્યવાહી મહાનગરપાલિકાઓ,નગરપાલિકાઓ,ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં રહીને કરવા પોલીસ વડાએ જણાવ્યું છે

Latest Stories