New Update
/connect-gujarat/media/post_banners/6f719a330443960a3ac10fe3e1b0187a2ecc12b9ac42ff6547670870a9e7aa97.webp)
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. ત્યારે વધુ એક મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મહિલા ભાવનગરમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. પોલીસે બેડા સહિત પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ
ભાવનગરમાં હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કવિતા બારૈયાનું હાર્ટ એટેકથી અચાનક જ મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. પરેડમાંથી ઘરે ગયા બાદ અચાનક જ મહિલાને હાર્ટ એટેક આવતા પરિવારજનો દ્વારા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. મહિલા કોન્સ્ટેબલનું અચાનક જ મોત નિપજતા પોલીસ બેડા સહિત પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
Latest Stories