અમદાવાદ : એકતરફી પ્રેમમાં પાગલ યુવતીએ યુવકને ફસાવવા 11 રાજ્યમાં ધમકીભર્યા મેલ કર્યા હતા, જાણો શું છે સમગ્ર મામલો..!

 ગુજરાત પોલીસને એક વિચિત્ર કેસ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. અમદાવાદ પોલીસે ચેન્નઈથી રેની જોશીલ્ડા નામની યુવતીની ધરપકડ કરી છે. આ યુવતીએ એકતરફી પ્રેમના કારણે

New Update

ગુજરાત પોલીસને મળી વિચિત્ર કેસ ઉકેલવામાં મોટી સફળતા

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચેન્નઈથી એક યુવતીની ધરપકડ કરી

એકતરફી પ્રેમમાં પાગલ યુવતીનો યુવકને ફસાવવાનો પ્લાન

યુવતીએ 11 રાજ્યમાં ધમકીભર્યા મેલ કર્યા હતા : પોલીસ

અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની આપી હતી ધમકીઓ

ગુજરાત પોલીસને એક વિચિત્ર કેસ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. અમદાવાદ પોલીસે ચેન્નઈથી રેની જોશીલ્ડા નામની યુવતીની ધરપકડ કરી છે. આ યુવતીએ એકતરફી પ્રેમના કારણે અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ખોટી ધમકીઓ આપી હતી. રેની રોબોટિક્સમાં ક્વોલિફાઇડ છેઅને ડેલોયટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. આ યુવતી મૂળ તામિલનાડુની એન્જિનિયર છેજે પોતાના ઓફિસમાં કામ કરતા દિવિજ પ્રભાકર નામની વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ યુવક તેની સાથે લગ્ન કરવા માગતો નહોતો. ગત ફેબ્રુઆરી-2025માં દિવિજે બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. જેનો બદલો લેવા માટે રેનીએ ડાર્ક વેબનો સહારો લીધો અને દિવિજના નામે અનેક નકલી ઈમેલ આઈડી બનાવીને ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. આ યુવતીDivijprabhakar અનેPakistanweb જેવા નામનો ઉપયોગ કરી બનાવટી ઈમેલનો ઉપયોગ કરતી હતી. ડાર્ક વેબ, VPN અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને ધમકીભર્યા મેલ કરતી હતી. દિવ્યજ્યોત સ્કૂલબીજે મેડિકલ કોલેજનરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને જીનીવા સ્કૂલ ખાતે પણ આજ મહિલાએ મેલ કર્યા હતા. આ યુવતીએ કુલ 11 રાજ્યમાં ધમકીભર્યા મેલ કર્યા હતા. 11 રાજ્યની પોલીસ આરોપીને પકડવા માટે કામ કરી રહી હતીતારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ યુવતીની ધરપકડ કરતાં સમગ્ર પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અત્યારસુધીમાં કુલ 21 ઈમેલ શોધી કાઢવામાં આવ્યા છે. આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કેકેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Latest Stories