New Update
/connect-gujarat/media/post_banners/de04f28396decff40e638eeb2b3fd124977a2d9a80eab4943bd274a2e71ee9be.webp)
અમદાવાદની સ્કૂલ બાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને એક અઠવાડિયામાં બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આજરોજ બપોરે કોઇ અજાણ્યા ઈ-મેઇલ આઇડી પરથી અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઇને એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત 6 મેના રોજ મતદાનના એક દિવસ પહેલાં અમદાવાદની અનેક શાળાઓને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હતો. જેમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. હવે ફરી એકવખત પોલીસ તંત્ર દોડતું થાય તે પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં ગુજરાતના સૌથી વ્યસ્ત રહેતા અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.