Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ કર્યો, જુઓ કોર્ટે શું નિર્ણય લીધો..!

X

CBIની ટીમે ગત ગુરુવારે ગુજરાત સરકારના સચિવ અને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કંકીપતિ રાજેશ સહિત 3 વ્યકિતઓ સામે લાંચનો ગુનો દાખલ કર્યો છે, ત્યારે ગુજરાતના IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને આજે અમદાવાદની કોર્ટમાં રજૂ કર્યો હતો.

CBIના વકીલ અને અધિકારીએ મુખ્ય આરોપીની ધરપકડ ન કરી હોવાનું કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું, જ્યારે કોર્ટમાં CBI દ્વારા રજૂ કરાયેલી રિમાન્ડ એપ્લિકેશન મામલે પણ કેટલોક વિરોધાભાસ સામે આવ્યો હતો. કોર્ટે આરોપી રફીક મેમણના વધુ રિમાન્ડ નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે CBI અને CBIના વકીલને સવાલ કર્યા હતા કે, જ્યારે તમે મુખ્ય આરોપી અને સહ આરોપીની ધરપકડ કરી નથી તો કયા આધારે તમે રફીક મેમણના વધુ રિમાન્ડ માંગીને પૂછપરછ કરશો.

આ સાથે જ CBI તરફથી વધુ રિમાન્ડ માટેના રજૂ કરાયેલા મુદ્દા અને ગતરોજના મુદ્દા એક સરખા જ છે. આરોપીના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આ આખી ફરિયાદ બનાવટી ફરિયાદ હોવાનું દેખાય છે. તેમજ CBI દ્વારા વધુ રિમાન્ડ માટે કરાયેલી અરજી જેમાં ગ્રાઉન્ડ નંબર 3માં મુખ્ય આરોપી તેમજ સહ આરોપીઓ સાથે રફીક મેમણની પૂછપરછ કરવાની બાબત વિરોધાભાસી છે, જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરાય જ નથી તો કેવી રીતે રફીક મેમણને મુખ્ય આરોપી સાથે બેસાડીને પૂછપરછ કરવાની માંગણી CBI દ્વારા થઇ શકે.

Next Story
Share it