અમદાવાદ : જૈન દેરાસર-પાલડીમાં થયેલી રૂ. 1.64 કરોડના આભૂષણોની ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી સહિત 5 શખ્સોની ધરપકડ

અમદાવાદ શહેરના પાલડી વિસ્તાર સ્થિત લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલી રૂ. 1.64 કરોડના ચાંદીના આભૂષણોની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢી મુખ્ય

New Update

લક્ષ્મીવર્ધક જૈન દેરાસર-પાલડીમાં થયેલી ચોરીનો મામલો

દેરાસરમાંથી રૂ. 1.64 કરોડના આભૂષણોની થઈ હતી ચોરી

ચાંદીના આભૂષણોની ચોરીનો ભેદ LCB પોલીસે ઉકેલી કાઢ્યો

ચોરી કરનાર આરોપી પૂજારી સહિત 5 શખ્સોની ધરપકડ

48 કિલો ચાંદીરોકડા 79 હજારપીકપ વાન જપ્ત કરાય

અમદાવાદ શહેરના પાલડી વિસ્તાર સ્થિત લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલી રૂ. 1.64 કરોડના ચાંદીના આભૂષણોની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી કાઢી મુખ્ય આરોપી પૂજારી સહિત 5 શખ્સોની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા પ્રતિષ્ઠિત શાંતિવન શીતલનાથવસુપુજ્ય જૈન દેરાસરમાંથી રૂ. 1.64 કરોડના ચાંદીના આભૂષણો અને શૃંગાર સામાનની ચોરી થઈ હતી. ચોરી મામલે શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના જિલ્લા સચિવ રાજેશ ચંપકલાલ શાહે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતીત્યારે જૈન દેરાસરમાં થયેલી રૂ. 1.64 કરોડના ચાંદીના આભૂષણોની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. પોલીસે આધારે મેહુલ રાઠોડ નામના પૂજારીસફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની હેતલ ઉર્ફે પુરી તેમજ ચોરીનો વહીવટ કરનાર 2 વેપારીમાં રોનક શાહ અને સંજય જાગરિયા સહિત 5 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કેઆરોપી મેહુલ રાઠોડ છેલ્લા 15 વર્ષથી જૈન દેરાસરમાં પૂજારી તરીકે હતો. આ દરમિયાન છેલ્લા અઢી વર્ષમાં આરોપી પૂજારીએ ટુકડે ટુકડે 117 કિલોગ્રામથી વધુ ચાંદી ચોરી કરી લીધું હતું. દેરાસરના ભોયરામાં મૂર્તિની પાછળનું ચાંદીનું જડતર મુકેલું હતું. જેની ચાવી પૂજારી મેહુલ પાસે રહેતી હતી. આરોપી પૂજારી કટર વડે ચાંદી કટિંગ કરતો અને સફાઈ કર્મચારી મારફતે મંદિરની બહાર ચાંદી લઈ જવાતું હતું. જેમાં ચોરી કરેલા ચાંદીની ઓળખ ન થાય અને તેનો વહીવટ પાડવા માટે રોનક અને સંજય નામના વેપારીને ચાંદી વેચી દેતા હતા. આ વેપારીઓ ચોરીનું ચાંદી ગાળીને તેના બદલે નવું ચાંદી ખરીદી લેતા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપી પાસેથી 48 કિલો ચાંદી રિકવર કર્યું છેજ્યારે રોકડ રૂ. 79 હજાર અને બોલેરો પીકપ વાન પણ જપ્ત કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories