જન્માષ્ટમીના પર્વને અનુલક્ષીને અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે એ માટે પોલીસ દવા ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે.
આગામી જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને અમદાવાદ પોલીસ દ્વારા પોલીસ એક્ષન પ્લાન બનાવવવામાં આવ્યો છે જે અંતર્ગત DCP, ACP, PI , PSI સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે. જન્માષ્ટમી નિમિતે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન થાય તે માટે 13 DCP , 30 ACP , 61 PI , 200 PSI 4500 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ, 3000 હોમગાર્ડ, 19 SRPF સેક્શન અને QRT ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
ખાસ કરી જે છૂટછાટ સરકાર દ્વાર તહેવારોને લઈને આપવામાં આવી છે તેનો કોઈ ખોટો ઉપયોગ ન કરે તે બાબતોને પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. અને સમગ્ર અમદાવાદ પોલીસ દ્વારા ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરભરમાં 8 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે.