અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કરાયું...

ગુજરાત | સમાચાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.

New Update

શ્રમિકો માટે રાજ્ય સરકારની શ્રમિક બસેરા યોજના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસનું ખાતમુહૂર્ત

અમદાવાદ સહિત ૩ મહાનગરોમાં આવાસનું નિર્માણ

શ્રમયોગી લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે બાંધકામ શ્રમિકોને તેમના કામના સ્થળની નજીક રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવતી શ્રમિક બસેરા યોજના’ અંતર્ગત અમદાવાદગાંધીનગરવડોદરા અને રાજકોટ ખાતે કુલ 17 સ્થાનો પર 15 હજાર શ્રમિકો માટે મૂળભૂત સુવિધા સાથેના હંગામી આવાસોનું અમદાવાદ ખાતેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વેળાએ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના શ્રમયોગી લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ગરીબ કલ્યાણ અને સેવાસુશાસનને પ્રાથમિકતા આપી છેતેમજ દેશના વિકાસમાં શ્રમિકોના યોગદાનનો મહિમા કરતાં શ્રમમેવ જયતેનું સૂત્ર આપ્યું છે. તેમણે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં અમૂલ્ય ફાળો આપનાર બાંધકામ શ્રમિકો માટે આહારઆરોગ્યઆવાસ અને આવક ઉપલબ્ધ કરાવીને તેમના જીવનધોરણના પાયા મજબૂત કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

#મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ #આવાસ યોજના #અમદાવાદ
Here are a few more articles:
Read the Next Article