અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના : 222 DNA મેચ થયા, અને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા, કાટમાળમાંથી મળેલા 100 મોબાઈલની FSL કરશે તપાસ

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત તા. 12 જૂન-2025

New Update

એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ ઘટનાનો આજે 8મો દિવસ

ઘટનાસ્થળેથી મૃતદેહના 318 અવશેષ મળી આવ્યા

222 DNA મેચ થયા208 મૃતદેહ સોંપવામાં આવ્યા

કાટમાળમાંથી મળી આવ્યા 100 જેટલા મોબાઇલ ફોન

પ્લેન પાર્ટ્સ ભેગા કરી રિકન્સ્ટ્રક્શન કરાશે : જી.એસ.મલિક

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશની ઘટનાનો આજે 8મો દિવસ છેત્યારે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકએ માહિતી આપતા જણાવ્યું હતું કેગત તા. 12 જૂન-2025 પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતીજેમાં 242 મુસાફર સવાર હતા. બપોરે 1:40 કલાકે પ્લેન ક્રેશ થયું હતું. 1:42 કલાકે પોલીસ કંટ્રોલને જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ અમદાવાદ પોલીસ કમિશનર ઝોન-4ના DCP, આર્મીએરફોર્સપેરામિલિટરી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અત્યાર સુધીમાં 214 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યાં છેઅને અન્ય 8 મળી કુલ 222 લોકોની ઓળખ થઈ ચૂકી છે. પોલીસને કાટમાળમાંથી અત્યાર સુધીમાં 318 જેટલા માનવઅંગો મળ્યા છેજે તપાસ માટે લેવામા આવ્યા હતા. અંદાજિત 7 કલાકમાં 51 રિલેટિવના સેમ્પલ પહોંચાડી દેવામા આવ્યા હતા. 36 કલાકમાં પહેલું DNA મળી ગયું હતુંઅને 24 કલાકમાં મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 222 DNA મેચ થયાં છેઅને 208 મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ઘટના સ્થળે કાટમાળમાંથી 100 જેટલા મોબાઈલ મળતાં FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલની તપાસમાં જાણવાનો પ્રયાસ કરાશે કેજ્યારે વિમાન ટેક-ઓફ થયું અને ક્રેશ થયું એ સમયગાળા દરમિયાન કોઈ મોબાઈલમાં અંતિમ ક્ષણનો વીડિયો રેકોર્ડ થયો છે કેનહીં. એર ઈન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનના જે પાર્ટ્સ મળ્યા છેતેને એકત્ર કરી રિકન્સ્ટ્રક્શન કરવાનો પણ નિર્ણય કરાયો છે. પોલીસે ઇન્વેસ્ટિગેશન અને હોસ્પિટલ માટે અલગ અલગ ટીમ બનાવી હતી. ડિટેલ પોસ્ટમોર્ટમની જગ્યાએ પાર્સલ ઓટોપ્સીના ઓર્ડર કર્યા હતા. પ્લેન ક્રેશના 8મા દિવસે પણ મૃતદેહો સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલુ છે. વધુમાં એક કમિટી બનાવવામાં આવી છેજેમાં બ્લેક બોક્સ અને અન્ય જે વસ્તુ મળી છેતે અંગે તપાસ કરવામાં આવશે.

Read the Next Article

સુરત : નકલી વકીલ અને જેલરના નામે આરોપીના સગા પાસેથી રૂપિયા ઉલેચતો ભેજાબાજ ઝડપાયો...

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જેલના જેલર તરીકેની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા ઉલેચનાર આરોપીની અમદાવાદ LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • નકલી પોલીસ બાદ હવે નકલી જેલર ઝડપાયો

  • જેલરની ઓળખ આપી બ્લેકમેઈલીંગનો મામલો

  • કેસમાં ફસાયેલ આરોપીની પત્નીને કર્યો હતો ફોન

  • જેલમાં સુવિધા આપવાનું કહી પડાવ્યા હતા પૈસા

  • અમદાવાદ LCB પોલીસે ભેજાબાજની ધરપકડ કરી

અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતો ભેજાબાજ રાજેશ ત્રિવેદી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે TVમાં પ્રસારિત થયેલા ક્રાઈમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા-સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપતો હતો. જેમાં આરોપીની પત્નીને ફોન કરી તેના પાસેથી જેલમાં સુવિધાના નામે 15 હજાર રૂપિયા ઉલેચવામાં આવ્યા હતા.

અલગ અલગ સુવિધાઓ આપવાના બહાને આરોપી ઓનલાઇન પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો. એટલું જ નહીંસુરત લાજપોર જેલના જેલરના નામે રૂપિયા માંગતો ઓડિયો વાયરલ થતાં સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતોત્યારે અમદાવાદ LCB પોલીસે બાતમીના આધારે રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી અલગ અલગ 6 જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના ATM સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ અમદાવાદ LCB પોલીસે આરોપીને સુરત પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.