Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : માલવણ હાઇવે પર ધ બર્નિંગ ટ્રકના દ્રશ્યો, કોઈ જાનહાની નહીં

- હાઇવે પર ધોળા દિવસે સળગતી ટ્રકની ઘટના જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા

X

માળીયા માલવણ અમદાવાદ હાઇવે કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. ત્યારે માલવણ હાઇવે પર અખીયાણા ગામ પાસે આજે એક ટરબો ટ્રક અચાનક ભડભડ સળગવા લાગી હતી. અને પળવારમાં જોતજોતામાં ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. ટરબો ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળે એ પહેલા ટ્રકના ચાલક અને ક્લીનર સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા સદભાગ્યે જાનહાની ટળી હતી. માલવણ હાઇવે પર ધોળા દિવસે સળગતી ટ્રકની ઘટના જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

હાઇવે અવારનવાર ગેસની ગાડીઓ સળગવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે કાયમ હેવી ટ્રાફિકથી ધમધમતા માળીયા માલવણ અમદાવાદ હાઇવે પર અખીયાણા ગામ પાસે આજે એક હોટલ નજીક ઉભેલી ટરબો ટ્રકમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. અને ભારે પવન વચ્ચે પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. અને જોતજોતાના આ ટરબો ટ્રક બળીને ખાખ થઇ ગયો હતો.

ટરબો ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળે એ પહેલા ટ્રકના ચાલક અને ક્લીનર સમય સૂચકતા વાપરીને બહાર નીકળી જતા સદભાગ્યે જાનહાની ટળી હતી. માલવણ હાઇવે પર ધોળા દિવસે સળગતી ટ્રકની ઘટના જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલિસે તાકીદે ઘટના સ્થળે દોડી જઇ અકસ્માતે આગ લાગ્યાનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story