Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : સાયન્સ સીટી ખાતે સાયન્સ કાર્નિવલ-2023નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે પ્રારંભ...

અમદાવાદ : સાયન્સ સીટી ખાતે સાયન્સ કાર્નિવલ-2023નો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાશે પ્રારંભ...
X

દેશભરમાં આવતીકાલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થશે ઉજવણી

સાયન્સ સીટી ખાતે સાયન્સ કાર્નિવલ-2023નો શુભારંભ કરાશે

વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા નાગરિકો માટે જ્ઞાનકુંભ સમાન રહેશે

તા. 28મી ફેબ્રુઆરી એટલે કે, આવતીકાલે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી થશે. આ અવસરે અમદાવાદની સાયન્સ સીટી ખાતે સાયન્સ કાર્નિવલ-2023નો શુભારંભ થશે. 5 દિવસ સુધી ચાલનારા આ કાર્નિવલનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે. અમદાવાદ ખાતેની સાયન્સ સીટીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ કાર્નિવલમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનશેરીયા પણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, સાયન્સ સીટી તેમજ ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્નિવલ વિજ્ઞાનમાં રસ-રૂચિ ધરાવતા નાગરિકો માટે જ્ઞાનકુંભ સમાન બની રહેશે. ઉલ્લેખનીય છે કે, તા. 28મી ફેબ્રુઆરી, 1928ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ‘રામન ઈફેકટ’ની શોધ કરી હતી, તેથી તેમની યાદમાં ભારતમાં આ દિવસને ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

Next Story