હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં વેગવંતુ
તા. 8થી 15 ઓગષ્ટ સુધી અભિયાનનું આયોજન
ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણ
તા. 13 ઓગષ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત
લાખો લોકો દેશ પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવશે
અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ કલેક્ટર, પોલીસ કમિશનર, ડીઆઈજી, ડીજી, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓએ તિરંગા વિતરણ કરીને દેશ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. છેલ્લા 2 વર્ષથી હર ઘર તિરંગા અભિયાન સમગ્ર દેશમાં શરૂ છે,
ત્યારે સમગ્ર ગુજરાતના શહેરોથી લઈને નાના નાના ગામડાઓમાં દરેક જગ્યા પર હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં 8થી 15 ઓગસ્ટ સુધી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 14 હજારથી વધારે ગામડાઓ તિરંગા યાત્રામાં ભાગ લેશે. આગામી તા. 13 ઓગષ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં અતિભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો ભાગ લઈને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવશે.