અમદાવાદની હવામાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, વહેલી સવારે મોટા ભાગના વિસ્તારમાં પ્રદૂષણનો આંક 200ને પાર

અમદાવાદની હવામાં અત્યંત ઝેરી બની છે. વહેલી સવારે આઠ વાગ્યે મોટા ભાગના વિસ્તારમાં પ્રદૂષણનો આંક 200ને પાર હતો.અમદાવાદ શહેરમાં પ્રદૂષણનો સરેરાશ AQI 244 હતો.

New Update
content_image_fd036837-32f4-45a2-a5ec-d18100ac8ba9

અમદાવાદની હવામાં અત્યંત ઝેરી બની છે. વહેલી સવારે આઠ વાગ્યે મોટા ભાગના વિસ્તારમાં પ્રદૂષણનો આંક 200ને પાર હતો.અમદાવાદ શહેરમાં પ્રદૂષણનો સરેરાશ AQI 244 હતો. સૌથી વધુ થેલતેજમાં 244 AQI નોંધાયો હતો. જ્યારે સીપીનગરમાં 211, ગ્યાસપુરમાં 201, ગોતામાં 200, બોપાલમાં 199, સોનીની ચાલ અને નવરંગપુરાનો AQI 196 રહ્યો હતો. અમદાવાદ શહેરમાં પ્રદૂષણની માત્રા એટલી હદે વધી ગઈ કે, સૂર્યોદય બાદ વાહનોની હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી. 

અમદાવાદની હવામાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. થલતેજ જેવા પોશ વિસ્તારમાં સૌથી વધુ 244 AQI નોંધાયો હતો. સીપીનગરમાં 211, ગ્યાસપુરમાં 201 AQI નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહથી અમદાવાદમાં AQI 200ને પાર થયો છે. દિલ્હીની જેમ અમદાવાદમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યો હતો. સવારે મોર્નિંગ વોકમાં નીકળો તો માસ્ક પહેરીને નીકળજો. પ્રદૂષણ વધતા હેલ્થ કોન્શિયસ લોકોએ હવે માસ્ક પહેરવાનું શરુ કર્યું હતું.

રાજકોટની પ્રદૂષણનો આંક 300ની નજીક પહોંચ્યો હતો. રાજકોટનો AQI 221થી 294ની વચ્ચે નોંધાયો હતો. ત્રિકોણબાગ,માલવિયા ચોકનો AQI 220ને પાર નોંધાયો હતો. ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ પર પ્રદૂષણ નોંધાયું છે. રાજકોટ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીની જેમ રાજકોટની હવા પણ ઝેરી થઈ રહી છે. ત્રિકોણબાગ,માલવિયા ચોક વિસ્તારમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 221ને પાર પહોંચ્યો હતો. શહેરમાં આજે એર ક્વોલિટી ઈન્ડેક્સ 221થી 294 નોંધાયો હતો. રાજકોટ શહેરના ગોંડલ રોડ અને યાજ્ઞિક રોડ પર ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

વડોદરાવાસીઓ પર પરેશાન થઈ ગયા છે. વડોદરાનો AQI તો 300ને પાર પહોંચી જતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.  50થી 100 સુધીનો AQI સામાન્ય માનવામાં આવે છે જ્યારે AQI 200ને પાર પહોંચી જાય તો તેને અત્યંત જોખમી કારક ગણવામાં આવે છે.આવી સ્થિતિમાં નાના બાળકો, સગર્ભા અને સિનિયર સિટીઝને ખાસ તકેદારી રાખવી જોઈએ. વડોદરાના ગોત્રી સહિત ત્રણ વિસ્તારનો AQI 300ને પાર રહ્યો હતો. સુભાનપુરા, દાંડિયાબજાર, મકરપુરામાં, નંદેસરી, કોયલીમાં પ્રદૂષણ જોવા મળી રહ્યું છે.  

Latest Stories