આખલા યુધ્ધ : જેતપુરમાં આખલાની ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી રિક્ષા પલટી, જુઓ CCTV

New Update
આખલા યુધ્ધ : જેતપુરમાં આખલાની ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી રિક્ષા પલટી, જુઓ CCTV

રાજ્યમાં રખડતા ઢોરે અત્યાર સુધીમાં કેટલાય લોકોના ભોગ લીધા છે. રખડતા ઢોરના મુદ્દે કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રોજબરોજ રાજ્યમાં ક્યાંકને ક્યાંક રખડતા ઢોરના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે.

રાજકોટ જિલ્લાના જેતપુરના ટાફૂડી પરા વિસ્તારમાં બે આખલાઓનું યુદ્ધ જામ્યું હતું. આ સમયે આખલા લડતા લડતા ત્યાંથી પસાર થતી સ્કૂલ રિક્ષા સાથે અથડાયા હતા. જેથી બાળકોથી ભરેલી રિક્ષા પલટી મારી ગઈ હતી. બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રિક્ષામાં 15 બાળકો સવાર હતા. આ પહેલા પણ જેતપુર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો.

Latest Stories