/connect-gujarat/media/post_banners/0be5c3689174f8461819af9883ec77eaa683571406188b99c5e3b3febcab5022.jpg)
ભાવનગરમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા શહેરના તમામ ડોકટર એસો.સાથે એક સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાવનગર મહાનગરના ડોકટરના વિવિધ એસો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડોક્ટરો સાથે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો જ્યારે મહાનગરના વિવિધ ડોકટર એસો.એ ભાજપના પૂર્વ અને પશ્ચિમ બેઠકના ઉમેદવારોને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
ભાવનગર ખાતે કેન્દ્રિયમંત્રી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં મહાનગરના ડોક્ટરોના વિવિધ એસો.નું એક સ્નેહમિલન યોજાયું હતું.જેમાં બંને બેઠકના ઉમેદવાર જીતુભાઇ વાઘાણી અને સેજલ પંડયા સહિતના સંગઠન ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સ્નેહમિલનમાં મહાનગરના ડોકટરોના વિવિધ એસો.જેમાં આઈએમએ એસો.,આયુર્વેદ એસો.,હોમિયોપથી એસો.,ફિઝિયોથેરાપી એસો.,ડેન્ટલ એસો.ના તમામ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.આ સ્નેહમિલન કાર્યક્રમમાં ડોકટરો સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી જ્યારે આ તમામ ડોકટરોના એસો દ્વારા ભાવનગર પૂર્વ અને પશ્ચિમ બેઠકના ઉમેદવારોને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.